logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo logo
star Bookmark: Tag Tag Tag Tag Tag
India

આગામી 5 તબક્કા સૌથી મહત્વના: 356 સીટો પર વોટિંગ, તેમાંથી 2014માં ભાજપે 223 સીટો જીતી હતી


નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પહેલાં બે તબક્કામાં 186 સીટો પર મતદાન થયા પછી ત્રીજા તબક્કાથી ચૂંટણી વધારે મહત્વની અને નિર્ણાયક માનવામાં આવે છે. આગામી 5 તબક્કામાં જે 356 સીટ પર મતદાન થવાનું છે તેમાંથી ગઈ વખતે ભાજપે 223 સીટ જીતી હતી. એટલે કે 2014માં ભાજપે જીતેલી કુલ 282 સીટમાંથી 80 ટકા સીટ અહીંથી આવી હતી. ત્રીજાથી લઈને સાતમાં તબક્કા સુધી 21 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની સીટ પર મતદાન થવાનું છે.

શરૂઆતના બે તબક્કામાં મતદાન થયું ત્યાં સ્થાનિક પાર્ટીની સ્થિતિ મજબૂત

હવે જ્યાં વોટિંગ થશે ત્યાં ભાજપ-કોંગ્રેસ આમને સામને

10 રાજ્યોમાં ભાજપની સરકાર- ગોવા, ગુજરાત, આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, ત્રિપુરા અને હિમાચલ
5 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક અને પંજાબ
4 રાજ્યોમાં અન્ય પક્ષની સરકાર- કેરળ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, દિલ્હી

રાજ્ય કઈ સીટ પર મતદાન બાકી ભાજપે 2014માં કેટલી સીટ જીતી? કોંગ્રેસે 2014માં કેટલી સીટ જીતી?
આસામ 4/14 1 0
બિહાર 31/40 19 1
ચંદીગઢ 1/1 1 1
છત્તીસગઢ 7/11 6 1
મહારાષ્ટ્ર 31/48 14 0
દાદારા નગર હવેલી 1/1 1 0
દીવ-દમણ 1/1 1 0
ગોવા 2/2 2 0
ગુજરાત 26/26 26 0
હરિયાણા 10/10 7 1
જમ્મુ-કાશ્મીર 2/6 1 0
ઝારખંડ 14/14 12 0
કર્ણાટક 14/28 11 3
કેરળ 20/20 0 8
મધ્ય પ્રદેશ 29/29 27 2
દિલ્હી 7/7 7 0
ઓરિસ્સા 12/21 0 0
પંજાબ 13/13 2 2
રાજસ્થાન 25/25 25 0
ત્રિપુરા 1/2 0 0
ઉત્તરપ્રદેશ 64/80 55 2
પશ્ચિમ બંગાળ 37/42 1 4
હિમાચલ પ્રદેશ 4/4 4 24
કુલ 356 223 0

રાજસ્થાન-ગુજરાતમાં પણ વોટિંગ બાકી, અહીં ભાજપનો 100% સક્સેસ રેટ હતો

ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની પણ દરેક 26 સીટ પર મતદાન થવાનું છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની દરેક સીટ જીતી હતી. 2001 પછીથી અહીં ભાજપની સરકાર છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 2001 પછી પહેલીવાર ભાજપને 100 કરતાં ઓછી સીટો મળી હતી. જોકે 99 સીટ સાથે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. રાજસ્થાનમાં 29 એપ્રિલ અને 6 મેના રોજ કુલ 25 સીટ પર મતદાન થવાનું છે. અત્યારે હાલ અહીં કોંગ્રેસ સત્તામાં છે. ગઈ વખતે ભાજપે અહીં 25 જ લોકસભા સીટ જીતી હતી.

રાજ્ય અને સીટ જ્યાં વોટિંગ બાકી છે 2014માં ભાજપને આ રાજ્યમાં મળેલી કુલ સીટ કેટલો સક્સેસ રેટ
રાજસ્થાન 25/25 100%
ગુજરાત 26/26 100%
હિમાચલ પ્રદેશ 4/4 100%
ગોવા 2/2 100%
દિલ્હી 7/7 100%
દાદરા-નગર હવેલી 1/1 100%
દીવ-દમણ 1/1 100%
ચંદીગઢ 1/1 100%
Themes
ICO