India

મોબ લિંચિંગ ઉપર આઝમ ખાને કહ્યું કે મુસલમાન 1947થી સજા ભોગવી રહ્યા છે

લખનઉ : સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં છે. તેમણે દેશભરમાં વધતા મોબ લિંચિંગના બનાવને લઈને કહ્યું કે આ સજા દેશના મુસલમાન 1947થી ભોગવી રહ્યા છે. હવે આ બનાવમાં જે પણ થશે, મુસલમાન તેનો સામનો કરશે.


એમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? આ વાત મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બાપુને પૂછવી જોઈએ. તેઓએ જ મુસ્લિમોને વચન આપ્યું હતું. આઝમ ખાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય તે આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ તેઓ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે.


જયાપ્રદાને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું


આ પહેલા લોકસભા ચૂંટણીમાં જયાપ્રદાને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. પછી મહિલા આયોગે આઝમ ખાનને નોટિસ મોકલી હતી. ચૂંટણી પંચે આ બનાવ પછી તેના પર ત્રણ દિવસ જાહેરસભા ન કરવાનો પ્રતિબંધ લગાવ્યો હતો.


આઝમ ખાનનું નામ એન્ટિ ભૂમાફિયા પોર્ટલમાં નોંધાયેલું છે


જૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન ઉપર કબજો કરવાના કેસમાં આઝમ ખાન ઉપર 10 દિવસમાં 23 કેસ કરાયા હતા. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આઝમ ખાનનું નામ ઉત્તર પ્રદેશ એન્ટિ ભૂમાફિયા પોર્ટલમાં નોંધાવાયું હતું.


મારા દુશ્મનો બધી દિશામાં છે : આઝમ ખાન


આઝમ ખાને કહ્યું હતું કે 2005માં નિયમ મુજબ જમીન ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી. મારું ઘર એક ગલીમાં છે જ્યાં ચાર વ્હીલવાળું વાહન જઈ શકે તેમ નથી. મેં ભાજપ સામે ચૂંટણી જીતી છે એટલા માટે મને સજા આપવમાં આવી રહી છે. મારા ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તેઓ ઈચ્છે તો તેની તપાસ કરાવી શકે છે. મારા દુશ્મનો બધી દિશામાં છે.

Football news:

बार्सिलोना ला लिगा जीत नहीं है पर सेटीएन: मैं जिम्मेदारी का एक हिस्सा सहन, लेकिन यह सब नहीं
जोआन लाप्ता: मैं जावी थे, मैं इस प्रबंधन के तहत बार्का के लिए जाना कभी नहीं होगा
बेयर्न, एटलेटिको और एवर्टन जुमा में रुचि रखते हैं । ^. क्रिस्टल पैलेस मिडफील्डर विल्फ्रेड ज़ाहा क्लब छोड़ सकता है
जोआन लाप्ता: मेस्सी इतिहास में सबसे अच्छा है. हम इसके लिए उपयुक्त परिस्थितियों का निर्माण करना चाहिए
Mourinho पर Bergwein रिजर्व में: Klopp, स्फूर्ति और लैम्पार्ड आप इस तरह के सवाल पूछने
पोगबा पर सुलशर: वह पुनः आरंभ करने के बाद से बहुत अच्छा हो गया है. पॉल इस तरह खेलता है, तो आप मदद लेकिन लाइनअप में उसे शामिल नहीं कर सकते । ^. मैनचेस्टर यूनाइटेड के प्रबंधक ओले गुन्नार सोल्स्कजएर अत्यधिक टीम के मिडफील्डर पॉल पोगबा की बात की थी ।
एलिसन: अंक रिकॉर्ड लिवरपूल के लक्ष्य नहीं था । हम अभी भी चैंपियन हैं